દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. તેમના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
1 મારા સાથી ભારતીયોને હું સ્વતંત્રતાના પર્વ નિમિત્તે અભિનંદન આપી રહ્યો છું.
- દેશના ગૌરવ અને દેશની આઝાદી માટે જે લોકોએ ફાળો આવ્યો છે, જેમણે તેમના જીવનનું બલિદાન આપ્યું છે, દેશની આઝાદીમાં જેમણે ફાળો આપ્યો છે, તે સહુ ઉમદા આત્માઓને, માતાઓને તથા બહેનોને 125 કરોડ ભારતીયો વતીથી લાલ કિલ્લાના આ મંચ પરથી હું સલામ કરું છું.
- દેશની આઝાદી માટે જે મહાન મહિલાઓ અને પુરુષોએ તનમનધનથી ભારે પ્રયત્નો કર્યા છે તે તમામને આપણે યાદ કરીએ છીએ.
- દેશના કોઈપણ હિસ્સામાં કુદરતી આફત ત્રાટકે છે ત્યારે કે પછી કોઈ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ નીપજે છે ત્યારે ભારતીય લોકો એક બીજા સાથે ખભેખભા મિલાવીને એકમેકની પડખે ઊભા રહે છે.
- ભારત માટે આ વર્ષ એક ખાસ વર્ષ છે, આ વર્ષે આપણે આપણી આઝાદી માટે શરૂ કરવામાં આવેલી ભારત છોડો ચળવળના આરંભની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.
- ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને ભારત છોડોની ચળવળ તરીકે ઓળખવામાં આવતી હતી. આજ આપણે ભારત જોડોની વાત કરી રહ્યા છીએ.
- નવા ભારતના નિર્માણ કરવાના દ્રઢ સંકલ્પ સાથે આપણે આપણા દેશને આગળ લઈ જવાનો છે.
- 1942થી 1947 દેશની જનતાએ સામુહિક તાકાતનો પરચો શાસક સરકાર સામે પ્રદર્શિત કરી હતી. આગામી પાંચ વર્ષમાં આપણે આ જ સામુહિક તાકાતનો ઉપયોગ કરીને, વચ્ચનબદ્ધ બનીને તથા ભારે પરિશ્રમ કરીને આપણા દેશને આગળ લઈ જવાનો છે.
- આપણા રાષ્ટ્રમાં કોઈ નાનું કે મોટું નથી. દરેક સમાન છે. આપણે સહુ સાથે મળીને રાષ્ટ્રમાં વિધેયાત્કમ પરિવર્તન લાવી શકીએ છીએ.
- નવા ભારતનું નિર્માણ કરવાની દિશામાં આપણે આગળ વધ્યા છીએ. 125 કરોડ લોકોની સામુહિક તાકાતનો ઉપયોગ કરીને નાના અને મોટા વચ્ચે કોઈપણ જાતનો ભેદ જોયા વિના જ આપણે આગળ વધી શકીએ છીએ.
- પહેલી જાન્યુઆરી 2018નો દિવસ આ સૈકામાં જન્મેલા અને 18મા વર્ષમાં પ્રવેશી રહેલા લોકો માટે એક સામાન્ય દિવસ નહીં જ હોય. તેઓ આપણા રાષ્ટ્રના ભાગ્ય વિધાતાઓ છે.
- હવે આપણે ''ચલતા હૈ''ના અભિગમને તિલાંજલિ આપવી પડશે. તેને બદલે '' બદલ શકતા હૈ''નો અભિગમ અપનાવવામાં આવશે તો આપણે આપણા દેશને બદલી શકીશું.
- દેશ બદલાઈ ગયો છે. દેશ બદલાઈ રહ્યો છે અને હજીય તેમાં પરિવર્તન આવી શકે છે. આપણે આ જ માન્યતા અને વચનબદ્ધતા સાથે આગળ વધવાનું છે.
- દેશની સલામતી એ અમારો અગ્રક્રમ છે. આંતરિક સલામતીને પણ અમે સૌથી વધુ મહત્વ આપી રહ્યા છીએ. આ વાત અમારી સરહદોની હોય કે પછી સમુદ્રી સીમાઓ હોય કે પછી સાયબર વિશ્વ હોય કે પછી અવકાશ હોય તમામ પ્રકારની સલામતીની બાબતમાં ભારત હરીફ દળોને મહાત આપવા સક્ષમ છે.
15 આપણા યુનિફોર્મ ધારી દળોએ ડાબેરી પાંખના અંતિમવાદીઓ, ત્રાસવાદીઓ, ઘૂસણખોરી કરનારાઓ અને શાંતિનો ભંગ કરનારા પરિબળો સામે લડીને બલિદાન આપવાની આવડત કેળવી લીધી છે.
16 એક કક્ષાના કર્મચારીઓને એક સમાન પેન્શન આપવાની નીતિ આપણે અપનાવી હોવાથી આપણા સલામતી દળોનું નૈતિક બળ ખાસ્સું વધી ગયું છે.
- દેશને અને ગરીબોને લૂંટનારાઓ આજે શાંતિની ઊંઘી જ શકતા નથી.
- વર્ષો સુધી બેનામી મિલકત રાખનારાઓ પર લગામ તાણવા મોટે કોઈપણ કાયદો તૈયાર કરવામાં આવ્યો જ નહોતો. જોકે, તાજેતરમાં જ બેનામી મિલકત ધારો પસાર કરવામાં આવ્યો ત્યારબાદ ટૂંકા સમયગાળામાં જ સરકારે રૂા. 800 કરોડના મૂલ્યની બેનામી મિલકત જપ્ત કરી છે. આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે આમઆદમી એટલે કે સામાન્ય માનવીને થાય છે કે દેશ પ્રામાણિક માણસ માટે જ છે.
- આજે આપણે પ્રામાણિકતાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ.
- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલમાં આવેલી નવી ટેક્સ પદ્ધતિએ સહકારી સમવાયતંત્રવાદની ભાવનાનો પરિચય કરાવ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ - જીએસટીને ટેકો આપવા માટે આખું રાષ્ટ્ર એક થયું છે. આ સિસ્ટમને અમલી બનાવવામાં ટેક્નોલોજીએ પણ ખાસ્સી મદદ કરી છે.
- આજે દેશના ગરીબ લોકો દેશના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને દેશ પ્રગતિના પંથ ભણી આગળ વધી રહ્યો છે.
- ગુડ ગવર્નન્સ એ બીજું કંઈ જ નહીં, પરંતુ અમલીકરણની સમગ્ર પ્રક્રિયાનું સરળીકરણ અને ઝડપ જ છે.
- વિશ્વના ફલક પર ભારતનું કદ મોટું થઈ રહ્યું છે. ત્રાસવાદના દૂષણને ડામવામાં વિશ્વ આપણી પડખે છે. આ લડત છેડવામાં આપણને સાથ આપનારા વિશ્વના તમામ દેશોનો હું આભાર માની રહ્યો છું.
- જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ માટે આપણે સહુએ સાથે મળીને કામ કરવાનું છે.
- ત્રાસવાદીઓ કે પછી ત્રાસવાદ ફેલાવનારાઓ પરત્વે કૂણું વલણ અપનાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
- ગોળીથી નહીં કે પછી ગાળો આપીને નહીં, પરંતુ તેમને ગળે લગાડીને આપણે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવી શકીશું
- કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામેની આપણી લડાઈ ચાલુ જ રહેશે. અમે ટેક્નોલોજીના માધ્યમથી પારદર્શકતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
- ત્રાસવાદીઓ કે પછી ત્રાસવાદ ફેલાવનારાઓ પરત્વે કૂણું વલણ અપનાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
- સરકારને ચલાવનારું પ્રેરક બળ જનતા હશે, જનતાને ચલાવનારુ પ્રેરક બળ સરકાર નહીં હોય. (તંત્ર સે લોક નહીં, લોક સે તંત્ર ચલેગા.)
- નવું ભારત એ લોકશાહીની મોટામાં મોટી તાકાત બની રહેશે.
- બદલાતી માગ સાથે કામ કરવાની પદ્ધતિ પણ બદલાય છે. તેવું જ ટેક્નોલોજી બદલાતા થાય છે.
- અમે અમારા યુવાનોને નોકરી માટે રઝળપાટ કરનારા બનાવવા માગતા નથી, યુવાનો ખુદ જ જોબ-નોકરી આપનારા બને તે રીતે અમે તેમને તૈયાર કરી રહ્યા છીએ.
- તલાક, તલાક, તલાક ત્રણવાર બોલવાના શિરસ્તાને કારણે જે મહિલાઓએ જિંદગીભર સહન કરવાનું આવ્યું છે તેના સંદર્ભમાં મારે એક જ વાત કહેવાની છે કે હું તેમની હિમ્મતની સરાહના કરું છું. તેમના સંઘર્ષના સમયમાં અમે તેમની પડખે છીએ.
- ભારત એટલે શાંતિ, એકતા અને સદભાવના. જાતિવાત અને કોમવાદ આપણને કોઈપણ રીતે મદદ કરશે નહીં.
- આસ્થાને નામે કરવામાં આવતી હિંસા એ કંઈ ખુશ થવા જેવી બાબત નથી, ભારતમાં તેનો સ્વીકાર કરવામાં આવશે જ નહીં.
- દેશ શાંતિ, એકતા અને સંવાદિતાના બળથી ચાલી રહ્યો છે. એ જ આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે અને તે જ બધાંને સાથે લઈને આગળ વધી રહી છે.
- અમે દેશને વિકાસના એક નવા ટ્રેક પર લઈ જઈ રહ્યા છીએ અને અમે બહુ સારી ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
- અમે પૂર્વ ભારતના બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરપૂર્વના વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. આ વિસ્તારોનો હજીય ઘણો વિકાસ થવો જરૂરી છે.
- આપણા ખેડૂતોએ અનાજનું વિક્રમ રૂપ ઉત્પાદન કરવા માટે ખૂબ જ આકરો પરિશ્રમ કર્યો છે.
- પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ 5.75 કરોડથી વધુ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 30 પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે 50 પ્રોજેક્ટની કામગીરી અત્યારે ચાલી રહી છે.
- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ અમે ખેડૂતોને બિયારણ પ્રાપ્ત કરવામાં અને તેમના ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં સહકાર આપી રહ્યા છીએ.
- વીજળીની સુવિધા ન ધરાવતા 14000થી વધુ ગામમાં વીજળીના જોડાણો આપવામાં આવ્યા છે.
- જનધન યોજના હેઠળ 29 કરોડ ખાતાઓ ખોલવામાં આવ્યા છે.
- આઠ કરોડથી વધુ યુવાનોને ગેરન્ટી વિના જ લોન આપવામાં આવી છે.
- અમે ભારતના ઝળહળતા ભાવિ માટે અને અમારી જનતાના કલ્યાણ માટે ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહ્યા છીએ.
- કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામેની અમારી લડત આગળ વધતી જ રહેશે. દેશમાં લૂંટ ચલાવનારા પરિબળોને સહન નહીં જ કરવામાં આવે.
- અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે જે પ્રયાસો કરી રહ્યા છીએ તેના સારા પરિણામો મળી રહ્યા છે.
- રૂા. 1.25 લાખ કરોડ જેટલું કાળું નાણું બહાર લાવવામાં અમને સફળતા મળી છે.
- માત્ર કાગળ પર જ કંપની બનાવીને કાળા નાણાંનો વહેવાર કરતી અંદાજે 1.75 લાખથી વધુ બનાવટી કંપનીઓ અમે બંધ કરાવી દીધી છે.
- જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમ અમલમાં આવી ત્યારબાદ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની કાર્યક્ષમતા અને બચતમાં ખાસ્સો વધારો થયો છે. તેમની કાર્યક્ષમતામાં 30 ટકાનો વધારો થયો છે.
- નોટબંધીને પરિણામે બેન્કોમાં વધુ નાણાં આવ્યા છે. આ નાણાં દેશના અર્થતંત્રને નવો વેગ આપનાર સાબિત થશે.
- આપણા દેશમાં વિશ્વના અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ પ્રમાણમાં યુવાનોની વસતિ છે. આજનો યુગ આઈ.ટી.નો એટલે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો યુગ છે. ચાલો, આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના પથ પર સાથે મળીને આગળ વધીએ.
- ચાલો, આપણે મોખરે રહીને નેતૃત્વ કરીએ અને ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ભીમ એપ્લિકેશનને અપનાવીએ.
- આપણે સહકારી સમવાયવાદી વ્યવસ્થાથી આગળ વધીને સ્પર્ધાત્મક સમવાયવાદી સિસ્ટમ ભણી આગળ વધ્યા છીએ.
- આપણા શિલાલેખમાં જણાવવામાં આવેલું છે કે કોઈ કામ સમયસર પૂરું ન કરવામાં આવે તો તે વ્યક્તિને તે કામ માટેનું ધાર્યું પરિણામ મળતું જ નથી.
- ટીમ ઇન્ડિયાએ ન્યૂ ઇન્ડિયા માટે વચ્ચનબદ્ધ થવાનો આ એકદમ યોગ્ય સમય છે.
- આપણે સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરવું જોઈએ કે જ્યાં ગરીબો પાસે પણ કોંક્રિટના ઘર તથા પાણી અને વીજળીના જોડાણો હોય.
- આપણે એવા ભારતનું નિર્માણ કરવું જોઈએ જ્યાં ખેડૂતો કોઈપણ જાતની ચિંતા વિના શાંતિની નિંદ્રા માણી શકે. આજે તે જે કમાય છે તેનાથી તેની કમાણી બમણી થશે.
- અમારો નિર્ધાર એવા ભારતનું નિર્માણ કરવાનું છે કે જ્યાં યુવાનો અને મહિલાઓને તેમના સપનાઓ સાકાર કરવા માટેની તક મળી રહે.
- અમે એવા ભારતનું નિર્માણ કરવા માગીએ છીએ કે જે ત્રાસવાદ, જાતિવાદ અને કોમવાદથી મુક્ત હોય.
- આપણે સાથે મળીને એવા ભારતનું નિર્માણ કરીશું કે જ્યાં સગાવાદને માટે અને ભ્રષ્ટાચારને માટે કોઈ અવકાશ જ નહીં હોય.
- આપણે સાથે મળીને એવા ભારતનું નિર્માણ કરીશું કે જે સ્વચ્છ, તન્દુરસ્ત હોય અને સ્વરાજનું દરેકનું સપનું પૂર્ણ કરે.
- અમારી આકાંક્ષા દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાની છે.
TR