રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર નવી દિલ્હીનાં પટેલ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યાર બાદ પ્રધાનમંત્રીએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ પરથી "એકતા દોડ"ને લીલી ઝંડી દેખાડી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશનાં 500થી વધારે રજવાડાઓને એક તાંતણે બાંધવાનાં સરદાર વલ્લભભાઈ પટેલનાં યોગદાનને ખાસ યાદ કર્યું હતું,.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતને સરદાર પટેલ અને આપણાં દેશનાં નિર્માણમાં એમનાં અમૂલ્ય પ્રદાન પર ગર્વ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને તેની વિવિધતા પર ગર્વ છે અને "એકતા દોડ" જેવા કાર્યક્રમો આપણને ગર્વ અને એકતા જેવી ભાવનાને મજબૂત કરવાની તક પ્રદાન કરે છે.
શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતાં, જેમની આજે પુણ્યતિથિ છે.
પ્રધાનમંત્રીએ સહભાગીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
NP/GP/RP